આપોઆપ રીમાઇન્ડર Auto Reminders
કોઈનો જન્મદિવસ કે પુણ્યતિથિ આવે ત્યારે WhatsApp પર આપોઆપ સંદેશ — ભૂલવાનું ભુલાઈ જશે.
Automatic WhatsApp reminders before every birthday and memorial day — you'll never miss a date again.
હડમતિયા & તુરખા · Hadmatiya & Turkha
પેઢી દર પેઢી જોડાયેલા આપણા પરિવારની એક જીવંત વાર્તા. A living record of our family — searchable, shareable, and growing every day.
કેવી રીતે વાપરવું · How to Use
vaibhav અથવા વૈભવ.
PDF ડાઉનલોડ — get a beautiful family certificate of your own lineage, with seva by Vaibhav D. Goti.
નામ ટાઇપ કરો — ગુજરાતી અથવા અંગ્રેજીમાં. Type a name in Gujarati or English.
આજે અને આવનારા દિવસોમાં · Today & Coming Up
લોડ થઈ રહ્યું છે… Loading…
આપણા વિશે · About Us
ગોટી પરિવાર પેઢીઓથી હડમતિયા અને તુરખા ગામ સાથે જોડાયેલો છે. આજે પણ બંને ગામમાં આપણા સ્વજનો વસે છે, અને બીજા અનેક દેશ-વિદેશમાં. આ વેબસાઇટનો ઉદ્દેશ્ય આપણા સૌને — જૂની પેઢીઓ, નવી પેઢીઓ, અને દૂર વસેલા સ્વજનો સાથે — એક જ વંશવૃક્ષ દ્વારા જોડવાનો છે.
The Goti family has roots in two villages — Hadmatiya and Turkha — where members of the family still live today. Many more have moved across India and overseas. This site exists so that wherever life takes us, our family stays one — across generations, across miles, across languages.
પરિવાર સેવા · A Labour of Love
“આપણા વડીલોએ આપણને જે આપ્યું છે, એનું મૂલ્ય શબ્દોમાં નથી. તેમની યાદો, તેમના સંબંધો, તેમના નામ — આ બધું જો કોઈ સાચવે નહીં, તો એક દિવસ ભૂલાઈ જશે.
આ સાઇટ બનાવવા પાછળ એક જ ભાવ છે — જે વડીલો આપણને છોડીને ગયા છે, જે આજે આપણી સાથે છે, અને જે હજી આવનારા છે — એ બધાને એક જ સૂત્રે જોડવા.
આપણે નહીં હોઈએ ત્યારે પણ આપણા સંતાનો અને તેમની આવનારી પેઢીઓ આ વૃક્ષમાં આપણને જોઈ શકશે — આપણા વડીલોને, આપણા મૂળને, અને આપણા આખા પરિવારને.”
"Our elders gave us more than we can ever describe in words. Their memories, their relationships, their names — if no one preserves them, they will fade away one day.
This site exists for one reason — to keep the elders we have lost, the family with us today, and the children yet to come, all connected on one tree. So that long after we are gone, our children's children can still find us here."
જો તમારી પાસે કોઈ માહિતી હોય — નામ, જન્મ-તારીખ, જૂના ફોટા, વડીલોની વાર્તાઓ — તો કૃપા કરીને સંપર્ક કરો. તમારું એક નાનું યોગદાન આ વૃક્ષને વધુ સમૃદ્ધ બનાવશે.
If you have any information — names, dates, old photos, stories of our elders — please reach out. Even a small contribution helps this tree grow.
આગામી · What's Coming Next
આ વેબસાઇટ રોજ થોડી થોડી વધુ સારી થતી રહેશે. નીચે જુઓ આગળ શું આવી રહ્યું છે —
This site keeps getting better. Here's what's coming up next.
કોઈનો જન્મદિવસ કે પુણ્યતિથિ આવે ત્યારે WhatsApp પર આપોઆપ સંદેશ — ભૂલવાનું ભુલાઈ જશે.
Automatic WhatsApp reminders before every birthday and memorial day — you'll never miss a date again.
દરેક સભ્ય સાથે તેમની તસવીર જોડી શકાશે — જૂના વડીલોનાં ફોટા સાચવીને રાખવાનો સારો રસ્તો.
Add photos to every member — a beautiful way to preserve the faces of our elders for future generations.
વડીલોની પુણ્યતિથિએ આખા પરિવારને એક સાથે યાદ કરવાનો ડિજિટલ દીવો — ફોટો, વાર્તા, અને શ્રદ્ધાંજલિ સાથે.
A digital diya on every elder's memorial — photos, stories and tributes shared by the whole family in one place.
દરેક વડીલ વિશે પરિવારના સભ્યો વાર્તાઓ, યાદો, કિસ્સા લખી શકશે — જેથી તેમની વાત આવતી પેઢી સુધી પહોંચે.
Family members will be able to record stories and memories about each elder — so their voices live on for generations.
Android અને iPhone માટે અલગ એપ — હોમ સ્ક્રીન પર ઇન્સ્ટોલ કરો અને નોટિફિકેશન મેળવો.
A native app for Android and iPhone — install on home screen, get push notifications for family events.
તમે કહો — તમે શું જોવા માંગો છો? કોઈ સૂચન હોય તો સંપર્ક કરો, એ યાદીમાં ઉમેરાઈ શકે છે.
You tell us — what would you like to see? Send us a suggestion via contact; we'd love to add it.
શા માટે · Why this site
દાદાના દાદાથી લઈને નાનામાં નાના બાળક સુધી — એક નામ ટાઇપ કરો અને આખી પેઢી તમારી સામે.
From your grandfather's grandfather to the newest baby — type one name, see the whole lineage.
જે વડીલો હવે આપણી વચ્ચે નથી — તેઓની યાદ આ વૃક્ષમાં અમર છે. દરેક પુણ્યતિથિએ આપણે તેમને યાદ કરીએ.
The elders we have lost live on in this tree — and on every memorial day, we remember them together.
આજે આપણે જે સાચવીશું, એ આપણાં બાળકો-પૌત્રો માટે ઈતિહાસ બનશે. અમારા ગયા પછી પણ આ વૃક્ષ ઊભું રહેશે.
What we record today becomes their inheritance tomorrow. Long after we are gone, this tree will still tell our story.
WhatsApp, ફોન, બધું જ સીધું વ્યક્તિના નામ સાથે. જન્મદિવસે શુભેચ્છા આપવી હવે ખૂબ સહેલી.
WhatsApp and phone, right next to every name. Wishing someone a happy birthday is now just one tap away.
સંપર્ક · Contact
નામ, જન્મ તારીખ, અવસાનની તારીખ, મોબાઇલ નંબર ઉમેરવા/દૂર કરવા, અથવા કોઈપણ માહિતી અપડેટ કરવા માટે અમારો સંપર્ક કરો.
To add or update any information, please contact us.
ગોપનીયતા · Privacy: જો તમે તમારી સંપર્ક માહિતી ઉમેરવા અથવા દૂર કરવા માંગતા હો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.
Let us know if you wish to add or remove your contact information.